દાંતીવાડા મામલતદારે ઓવરલોડ રેતી ભરેલી હાઈવા બે ટ્રકો ઝડપી
એક હાઈવા ટ્રકમાં રોયલ્ટી પરમિટ કરતા ચાર ટન વધારે રેતી ભરાતા કાર્યવાહી
બીજા હાઈવાનું પરમિટ સાંજે છ વાગ્યે નું હોઈ જે ૪.૩૦કલાકે પકડ્યું : બનાસકાંઠામાં ખનન માફીયાઓ બેફમ બન્યા છે તેમ છતાં જિલ્લા ભૂસ્તર વિભાગ જાણે નિંદ્રાધીન હોય તેવું જણાઈ રહ્યું છે. દાંતીવાડા કોલોની મામલતદાર કચેરી રોડ પર બનાસ નદીમાંથી રેતી બેફમ દોડતી ઓવરલોડ ટ્રકો પણ આરટીઓને પણ નજરે પડી નથી બનાસ નદીમાંથી રેતી ભરી ઓવરલોડ ટ્રકો પસાર થઈ રહી છે. છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ કાર્યવાહીના નામે મૌન ધારણ કરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગત રોજ અંદાજીત ૪.૩૦ સાંજના સમયે દાંતીવાડા મામલતદારે સબ સ્ટેશન નજીક ટ્રક રોકાવીને વજન કાંટે તપાસ કરતા ઓવરલોડ ટ્રક રેતી ભરેલી સાદી રેતીનો જણાતાં ઝડપીને દાંતીવાડા મામલતદારે આ બંને હાઈવા ટ્રકને પોલીસ કસ્ટડીમાં સોંપી કાર્યવાહી હાથ ધરી છે.