દાંતા તાલુકા પંચાયતની કચેરી ખખડધજ ને જર્જરિત બનતા ટીડીઓ એ તાત્કાલિક અસર થી તમામ ઓફિસો ખાલી કરાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા ના દાંતા તાલુકા મથકે તાલુકા પંચાયતની કલર ફુલ દેખાતી પંચાયત કચેરી 50 વર્ષ ઉપરાંત જૂની છે. જે બહાર થી સુવ્યવસ્થિત દેખાય છે પણ અંદર થી સાવ ખોખલી બની ગયી છે આ તાલુકા પંચાયત ની કચેરી માં વિવિધ વિભાગ ના કામો માટે પાછળ ના ભાગે 10 રૂમો માં જે તે કામ ના અધિકારીઓ ની વહેંચણી કરવામાં આવી હતી પણ ચાલુ વર્ષે આ તાલુકા પંચાયત ની કચેરી સાવ ખખડધજ ને જર્જરિત બની જતા કેટલોક ભાગ માં પોપડા તૂટી પડ્યો હતા.

જેના કારણે તાલુકા વિકાસ અધિકારી એ તાત્કાલિક અસર થી તમામ ઓફિસો ખાલી કરાવી અન્ય જગ્યા એ અધિકારીઓ ને બેસાડવામાં આવ્યા છે, અને જોખમી બનેલા રૂમો કોઈ અધિકારી કે અરજદારો ને મુલાકાતીઓ ઉપર ન પડે કે કોઈ ખુવારી ન સર્જાય તે માટે તાત્કાલિક અસર થી કેટલોક ભાગ ડીમોલેશન કરાવી દીધો છે જોકે 50 વર્ષ થી ઉભેલી આ તાલુકા પંચાયત ની કચેરી હાલ ખંડેર હાલત માં પરિવર્તિત જોવા મળી રહી છે.  આ તાલુકા પંચાયત કચેરી રજવાડા ના સમયમાં બનેલી છે. ને જેમાં હાલ 40 જેટલા કર્મચારી ને અધિકારીઓ આ ઓફિસમાં પોતાની ફરજ બજાવે છે.

આ સમગ્ર બાબત ને લઇ તાલુકા પંચાયત ના અધિકારી કે સી પંડ્યા, દાંતા ને પૂછતાં તેમને જણાવ્યું હતું. કે આ જર્જરિત રૂમો ને તોડી પાડવામાં આવ્યા છે જેથી કોઈ જાનહાની જેવી ઘટના બને નહિ તેમજ નવી બિલ્ડીંગ માટે દરખાસ્ત પણ થઇ ચુકી છે જેના માટે જગ્યા ની પણ ફાળવણી કરી દેવાઈ છે. જે આર એન્ડ બી દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા થઇ રહી છે તેમાં ઊંચા ભાવો આવતા હોવાથી નવી કચેરી માટે નું કામ ખેંચાઈ રહ્યું છે પણ હવે તાકીદે નવી કચેરી ઉભી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.