દાંતા ખાતે 8 ઇંચ વરસાદ ખાબક્યો,રેફરલ હોસ્પિટલ પાણી પાણી,દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ ને હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેકો મેગા સીટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે. ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો અને તેનાથી થતી મુશ્કેલી સામે આવી રહી છે. ગુજરાત ના અનેક જિલ્લાઓમાં પણ સ્થતિ ગંભીર છે. અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના પગલે અનેકો જગ્યાએ ભારી વરસાદ થી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે. તો રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. એવી જ સ્થતિ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે.

ગઈ મોડી રાત્રે અને વેહલી સવારે થયેલા ભારી વરસાદથી દાંતા તાલુકો પાણી પાણી થઈ ગયો છે. વહેલી સવારે વર્ષેલો ભારે વરસાદના કારણે જલ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાંતા ખાતે વરસેલો ભારે વરસાદ થી અનેકો જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. દાંતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ માં પણ ભારી વરસાદ ને લઈને પાણી ભરાયું હતું. રેફરલ હોસ્પિટલના બહારના ભાગે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તો સાથે સાથે આ વરસાદી પાણી રેફરલ હોસ્પિટલના અંદરના પરિસર ના ભાગમાં પણ આવી પહોંચ્યું હતું. જ્યાં દર્દીઓ બેડ પર સારવાર લેતા હોય છે ત્યાં પણ પાણી પહોંચી ગયું હતું. અને ઈમરજન્સી વિભાગ હોય કે પછી ઓપીડી હોય ગમે ત્યાં પાણી પાણી જોવા મળ્યું હતું. જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભારી હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલ ના સ્ટાફ અને બહાર ના લોકોએ અને દાંતા પંચાયત ના સરપંચ ઉપસરપંચ સહિત સભ્યો પણ સાથે રહીને તમામ દર્દીઓ ને બીજી જગ્યાએ ખસેડવા માં મદદ કરી હતી.

દાંતા ખાતે આવેલી આ રેફરલ હોસ્પિટલમાં વર્ષોથી વરસાદી પાણી ના ભરાવાની સમસ્યા છે. તેના નિકાલ માટે કોઈપણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર દર્દીઓ અને હોસ્પિટલમાં સ્ટાફને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે રેફરલ હોસ્પિટલ તરફથી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં તેનો યોગ્ય નિકાલ ન કરાતા આજે પણ એવી ગંભીર સ્થતિ સર્જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.