
પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરમાં થયેલી ચોરી મામલે પૂજારીને સવા ત્રણ લાખના દાગીના સાથે દબોચી લેવાયો
પાલનપુર કંથારીયા હનુમાન મંદિરમાં થ/SNR ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. મંદિરમાં રખાયેલ પુજારી જ મંદિરની તિજોરી ખંખેરી રોકડ તેમજ દાગીના ચોરી ગઈ નાસી છૂટ્યો હતો. જેનો ગુનો પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાયો હતો. પાલનપુર પૂર્વ પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી પૂજારી દીપક દુબે નામના શખ્સની ઝડપી પાડ્યો છે પોલીસ તમામ મુદ્દા માલ સાથે આરોપીની અટકાયત કરી આગળની તપાસ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલ કંથેરીયા હનુમાનજીના મંદીરમાં ગઇ 22/08/2023ના મંદીરમાં રાત્રીના મંદીરમાં એક ઇસમ દ્વારા આવેલ અલમારીમાંથી એક સોનાની મઢેલ રૂદ્રાક્ષની માળા તથા સોનાની ચેન તથા રોકડ રકમ મળી કુલ ચાર લાખ ઉપરાંતની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ તપાસ દ્રારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી દીપક ગણેશ ભલભદ્ર દુબે બ્રાહ્મણ ઉતરપ્રદેશના અન્ય વિસ્તારોમાં પોલીસ તપાસ કરતા ન મળી આવતા પોલીસની જાણ આરોપી થતા આરોપી વારંવાર જગ્યા પરથી નાસી છૂટતો હતો. પોલીસ ટીમ દ્રારા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કરતા આરોપીની ઝડપી પાડ્યો હતો.