વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળતા ઘરવખરીને નુકસાન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં માત્ર બે ઇંચ વરસાદ એ અનેક મુશ્કેલીઓ સર્જી છે. એક-બે કલાકમાં જ બે ઇંચ વરસાદ પડતાની સાથે જ પાલનપુર પાણીમાં તરબોળ થયું હતું. પાલનપુર શહેરનું મફતપુરા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મફતપુરા વિસ્તાર ના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. મફતપુરા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જવાના લીધે લોકોને ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.

મફતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતા શ્રમજીવી પરિવારોની ઘર વખરીને પણ નુકસાન થયું હતું. તેમજ લોકો વરસાદી પાણીમાં રહેવા મજબુર બન્યા હતા. પાલનપુર પાલિકાએ વરસાદી પાણીના નિકાલની  માટેની કોઈ જ વ્યવસ્થા કરી ન હોવાની રાવ ઉઠી છે. જેના લીધે આવા સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે.  જો વધુ વરસાદ પડે તો આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.