ડીસા કોલેજમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમાકું નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતી હાનિ અને નુકસાન અંગે વાકેફ કરી તમાકુ નિષેધ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.જેમાં યુવાધન દિવસે ને દિવસે વ્યસનના રવાડે ચડી બરબાદ થઈ રહ્યો છે.ત્યારે વ્યસનથી વ્યક્તિ જ નહીં પરંતુ તેનો પરિવાર પણ આર્થિક,સામાજિક રીતે પાયમાલ થઈ જાય છે.ત્યારે યુવાનોમાં વ્યસન અંગે જાગૃતી આવે તે માટે ડીસાની ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમાકું નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં તાલુકા આરોગ્ય ઓફિસ અને અર્બન આરોગ્ય સેન્ટર ડીસા 2 દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતી હાની અને નુકસાન અંગે વાકેફ કર્યા હતા ત્યારબાદ વકૃતવ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું.જેમાં એક થી ત્રણ ક્રમે આવનાર નિશા સુથાર,સેજલ કચ્છવા અને અલ્પેશ દેસાઈને ઇનામ આપવામાં આવ્યા હતા.ત્યારબાદ 250 જેટલા વિદ્યાર્થીઓએ તમાકુ નિષેધ માટે અને પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ તમાકુ જેવા વ્યસનથી દૂર રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.