
વર્તમાનમાં ધાનેરામાં આયુષ મેળો યોજાયો
ધાનેરામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ નિયામકની કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા ડી.બી.પારેખ હાઇસ્કૂલની બાજુમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ મેળાનો 11,780 જેટલા લોકોએ લાભ લીધો હતો.આમ આ આયુષ મેળાનું આયોજન ધાનેરાની તાલુકા પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું.જેમાં આયુર્વેદ અધિકારી વૈદ્ય જયપ્રકાશ એન.મોઢ દ્વારા આયુષ મેળા અને તેની કામગીરી વિશેની માહિતી આપી હતી.જે અંગે ધારાસભ્ય માવજીભાઇ દ્વારા લોકોને આયુષ ચિકિત્સા અપનાવવા આહવાન કર્યું હતું.આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા સૂર્યનમસ્કાર તેમજ અન્ય યોગાસનોનું નિદર્શન કરવામાં આવ્યું હતુ તથા ડો.એમ.એસ.અગ્રવાલ આરોગ્ય ભારતીના અધ્યક્ષ સરસ્વતી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.