
અંબાજી ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે
વર્તમાનમાં અંબાજી ખાતે આવેલા જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં અંબાજીના સમસ્ત બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત બ્રહ્મએકતા ક્રિકેટ પ્રીતિયોગીતાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં અંબાજી બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં દીપ પ્રજલિત કરી ક્રિકેટ પ્રતિયોગિતાને શરૂ કરવામાં આવી હતી.આમ બે દિવસ સુધી ચાલનારા બ્રહ્મએકતા ક્રિકેટ પ્રતિયોગીતામાં 8 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં અંબાજીની ચાર ટીમો અને અંબાજી બહારની ચાર ટીમો આ ક્રિકેટ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો.જેમાં 21મી અને 22 જાન્યુઆરી એમ બે દિવસ ચાલનારા બ્રહ્મએકતા ક્રિકેટ પ્રતિયોગીતામાં મેચ 10 ઓવરની થશે.જ્યારે 22 જાન્યુઆરીએ સેમિફાઇનલ અને ફાઈનલ મેચનો મુકાબલો થશે.જે ફાઈનલ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.7100નું ઇનામ આપવામાં આવશે,જ્યારે ઉપવિજેતા ટીમને ટ્રોફી અને રૂ.5100 રૂપિયા ઈનામરૂપી આપવામાં આવશે.