પાલનપુરની બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને સીપીઆર ની તાલીમ આપવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર કોજી વિસ્તારમાં આવેલ સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને રેડક્રોસ સોસાયટી દ્વારા સીપીઆરની તાલીમ તેમજ ફર્સ્ટ એડની જાણકારી આપવામાં આવી હતી. જેમાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ, શાળાના પ્રિન્સિપાલ ડી.પી. ગામીત, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પૂર્વ પ્રમુખ સુહાસભાઈ પટેલ, પવનભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ બનાસ નર્સિંગ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

જોકે, આ અંગે વિદ્યાર્થિની એ જણાવ્યું હતું કે આજે મારી બનાસ નર્સીંગ કોલેજમાં ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી તરફથી CPRના કેમ્પની તાલીમ આપવામાં આવી અમને CPR વિશે શીખવાડવામાં આવ્યું કેવી રીતે પેશન્ટને CPR આપી શકાય તાત્કાલિક કેવી રીતે સારવાર આપી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી ઈમરજન્સીમાં સારવાર આપવા માટે શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવા આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.