ડીસામાં ગટરની ખુલ્લી ચેમ્બરમાં ગાય ખાબકતા ઉહાપોહ મચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, ડીસાના પાટણ હાઇવે પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ નજીક પાલિકાની બેદરકારીના લીધે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે. આ ખુલ્લા ઢાંકણા એટલા જોખમી છે કે તેમાં કોઈ બાળક કે વ્યક્તિ પણ ગરકાવ થઈ તો જાનહાનિ થઈ શકે તેમ છે. ત્યારે આજે સવારના સમયે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં એક ગાય ગરકાવ થઈ ગઈ હતી. આ ઢાંકણા એકદમ સાંકડા હોવાના લીધે ગાય તેમાં ગરકાવ થતાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જતા ઇજાગ્રસ્ત થઇ હતી.

ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને ગાયને બચાવવા માટે અલગ અલગ તરકીબો કરવા માંડ્યા હતા. લગભગ દોઢથી બે કલાક સુધી લોકો ભારે જહેમત ઉઠાવ્યા બાદ ગાયને બહાર નીકાળવામાં સફળતા મળી હતી. આ ઘટના બનતા આસપાસના લોકોએ સ્થાનિક નગરપાલિકાની લાપરવાહી સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનિંગની કામગીરી પૂરી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે. પાટણ હાઈવે પર અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરો ખુલ્લી હાલતમાં છે. ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક તમામ જગ્યાએ ઢાંકણા લગાવવામાં આવે તેવી લોકોની માગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.