પાલનપુરમાં કોવિડ મોનીટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટરનો પ્રારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા 62

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોના કાળમાં પ્રશાસનની સાથે સાથે હવે યુવાનો પણ મદદનો હાથ લંબાવી રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરના હસ્તે કોવિડ મોનીટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર ખુલ્લું મૂકાયું હતું. કોરોનાના કપરા કાળમાં પ્રશાસન સાથે વિવિધ સમાજ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં સદભાવના ગ્રુપના ઉપક્રમે નવતર પહેલ કરવામાં આવતા યુવાનો પણ મદદમાં આવ્યા છે. પાલનપુરના એન.એસ. એસ. અને એન.સી.સી. સાથે સંકળાયેલા યુવા મિત્રો થકી કોવિડ મોનીટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરાયું છે. જેને કલેક્ટર આનંદ પટેલે ખુલ્લું મૂક્યું હતું. આ સેન્ટરમાં કાર્યરત યુવાનો કોરોના ગ્રસ્ત દર્દીઓનું તંત્ર સાથે સંકલન કરી મોનીટરીંગ કરશે. દર્દીઓ હોમ આઇશોલેસન હોય કે હોસ્પિટલમાં હોય તેનું ૭ દિવસ સુધી ફોલોઅપ લઇ કઈ ખૂટતું હશે તો આ યુવા મિત્રો તંત્રનું ધ્યાન દોરી મદદરૂપ બનશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.એમ.દેવ, એપેડેમીક અધિકારી ડો.એન.કે.ગર્ગ, સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.