કોરોના ટેસ્ટ પોઝેટિવ આવ્યો હોવા છતાં જાણ ન કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે લકવાગ્રસ્ત થયેલા જિલ્લા આરોગ્ય તંત્રની ઘોર લાપરવાહી વચ્ચે ગુનાહિત બેદરકારી સામે આવી છે. જેમાં કોરોના ટેસ્ટ પોઝીટીવ હોવા છતાં દર્દીને જાણ ન કરાઇ હોવાનો છબરડો બહાર આવ્યો છે. આરોગ્ય તંત્રની આવી ઘોર લાપરવાહીને પગલે કોરોના ગ્રસ્ત દર્દીના જીવ પર ખતરો તોળાવવા ની સાથે કોરોના સંક્રમણનો ખતરો વધવાની દહેશત વર્તાઈ રહી છે. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર હર્ષદભાઈ પટેલે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવ્યો હતો. જે ટેસ્ટ બાદ તેઓને કહેવામાં આવ્યું હતું કે, ટેસ્ટ પોઝિટિવ હશે તો તમને ફોન આવશે અને ટ્રીટમેન્ટ મળશે. જાેકે, ટેસ્ટ કરાવ્યા બાદ બે-ચાર દિવસ રાહ જાેયા બાદ તેઓ પર ફોન નહિ આવતા તેઓ પોતાનો ટેસ્ટ નેગેટિવ હોવાનું માન્યું હતું. જાેકે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ બનાસ મેડિકલ કોલેજમાં જ્યાં રિપોર્ટ થાય છે ત્યાં સંપર્ક કરતા તેઓને અંગત માહિતી મળી હતી કે, તેઓનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. બાદમાં તેઓએ પ્રાઇવેટમાં પણ બ્લડ ટેસ્ટ અને સીટી સ્કેન કરાવતા તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ અંગે તેઓએ બનાસ મેડિકલ કોલેજના સુપ્રિ. અને આરોગ્ય તંત્રનો સંપર્ક કરતા તેઓ એકબીજા પર ઢોળતા જાેવા મળ્યા હતા. અંતે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ લક્ષ્મીપુરા ખાતે તપાસ કરતા ત્યાંથી પણ રોજના હજારો ટેસ્ટ થતા હોઇ બધાને ફોન કરી શકાય નહીં તેવો ઉડાઉ જવાબ મળ્યો હોવાનું હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું. જાેકે, હર્ષદભાઈ પટેલે પોતાનો ટેસ્ટ પોઝીટીવ હોવાનું જણાવી આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે કંમ્પ્લેઇન કરવાની ચીમકી આપતા આખરે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી. અને આરોગ્ય વિભાગની ટીમ તેઓના ઘેર પહોંચી હતી. ત્યારે આરોગ્ય તંત્રની લાપરવાહી નો ભોગ બનેલા હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટેસ્ટ કરાવ્યા બાદ ફોન ના આવે તો પણ કોઈ નાગરિક ગલતફેમીમાં રહ્યા વગર જાે લક્ષણો જણાય તો પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવી દવા કરાવે તે જરૂરી બન્યું છે. બોક્ષઃ-અંબાજીના જાગૃત નાગરિકને પણ કડવો અનુભવ પાલનપુરના યુવકને થયેલ કડવા અનુભવ બાદ અંબાજીના પણ એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, મારા નાના ભાઈને પણ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ૧૫ દિવસ થવા છતાં કોઈ ફોન આવ્યો નથી. ત્યારે તેઓ પણ પોતાનો ટેસ્ટ નેગેટિવ સમજીને સંતોષ માની રહ્યા છે. ત્યારે એક પોલીસકર્મીએ પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આરોગ્યની ટીમ ઘરે આવી ઓક્સિજન લેવલ માપીને જતી રહે છે. પછી ભાવ પણ પૂછતી નથી. આમ, લોકોએ વ્યક્ત કરેલા કડવા અનુભવ આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.