ડીસાના અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાની વેકશીન ન મળતા લોકોએ હંગામો મચાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકશીન આપવાની કામગીરી અર્બન હેલ્થ સેન્ટર પર ચાલી રહી છે જાેકે ત્રણ ચાર દિવસથી લોકોને ટોકન આપીને વેકશીન ન આપતા લોકો ધક્કા ખાઈને હેરાન થઈ ગયા હતા. જેથી આજ રોજ કંટાળેલા લોકોએ હંગામો મચાવતા આરોગ્ય કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. ડીસા શહેરના રામનગર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકશીન આપવાની કામગીરી ચાલુ છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી વેકશીનનો બીજાે ડોઝ લેવા લોકો વહેલી સવારથી આવી જાય છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહી ટોકન મેળવે છે તે છતા પણ વેકશીન ના મળતા લોકો નોકરી ધંધો બગાડી કલાકો સુધી હેરાન પરેશાન થાય છે ત્યારે ગુરુવારે પણ સવારે લોકોને ટોકન આપ્યા બાદ વેકશીનનો બીજાે ડોઝ ન મળતા ત્રણ દિવસથી ધક્કા ખાતા લોકોએ અર્બન સેન્ટર પર હંગામો મચાવતા આરોગ્ય કર્મીઓએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ઉત્તર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.