મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠામાં કોરોના વેક્સીનેશન મહાઅભિયાન યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા 52

આજે તા. ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૧, શુક્રવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્શીનેશન ઝુંબેશ અંતર્ગત મહાઅભિયાન યોજાશે. જિલ્લામાં એક જ દિવસમાં ૧.૯૨ લાખ જેટલાં લોકોને કોરોનાની રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખુબ ઝડપીથી કોરોના રસીકરણ થઇ રહ્યું છે, લોકોની જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સઘન મહેનતથી જિલ્લામાં ૧૯ લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, કોરોના વેક્શીનેશન મહાઅભિયાન અંતર્ગત સવારે-૭.૦૦ વાગ્યાથી સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલો સહિતના ૭૦૪ જેટલાં કેન્દ્રો પર ૧૫૦૦ જેટલાં આરોગ્ય કર્મીઓ રસીકરણની કામગીરીમાં જાેડાશે.

જિલ્લા વિકાસ અધિકારી શું કહે છે
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં એક દિવસમાં ૬૦,૦૦૦ લોકોને રસી આપી રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રસીકરણ મહાઅભિયાન માટે મહેસૂલ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ મહા મેગા કેમ્પમાં કરવામાં આવેલ રસીકરણના દર બે- બે કલાકે આંકડાઓ લઇ ઇલેક્શન પધ્ધતિ પ્રમાણે વેક્શીનેશન ડ્રાઇવ કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, કોરોના વાયરસની સંપૂર્ણ નાબૂદી માટે રસીકરણ જ એકમાત્ર આખરી ઇલાજ છે ત્યારે આપણા ઘરના પુખ્ત વયના તમામ સભ્યોને કોરોના પ્રતિરોધક રસી મુકાવી સુરક્ષા પ્રદાન કરીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.