ધાનેરા તાલુકાનું નાની ડુગડોલ ગામ કોરોના મુક્ત

બનાસકાંઠા
બનાસકાંઠા 61

ધાનેરા તાલુકાની નાની ડુગડોલ ગામ કોરોના મુક્ત ગામ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકારી સુચના અને નિયમોનું પાલન કરતા અમારું ગામ
કોરોના વાઈરસના ભરડામાંથી મુક્ત રહ્યું છે. નાની ડુગડોલ ગામ અંદાજિત ૩ હજાર કરતા પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે. મોટાભાગે ગ્રામજનો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી મોટાભાગના પરિવારો ખેતરમાં વધુ વસવાટ કરે છે જેના કારણે ગામ કોરોના વાઇરસના સંક્રમણથી બચી શક્યું છે. નાની ડુગડોલ ગામમા આવેલા આરોગ્ય કેન્દ્ર પર ફરજ નિભાવતા શુખારામ વિશ્નોઈએ કોરોના વાઇરસના કપરા સમયમાં ગામમાં ૨૪ કલાક ફરજ નિભાવી ગ્રામજનોને આરોગ્ય બાબતે સજાગ રાખ્યા છે અને નાની મોટી બીમારીની સારવાર ગામમાં જ કરતા ગ્રામજનોએ અન્ય હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું અત્યાર સુધી ૬૦૦ કરતા પણ વધારે ગ્રામજનોની આરોગ્ય લક્ષી સારવાર કરી છે અને એક પણ વ્યક્તિમાં કોરોના ના લક્ષણો જણાયા ન હતા.

ગ્રામજનોએ નિયમોનું પાલન કર્યુ છે. : વિશ્નોઈ સીએચઓ નાની ડુંગડોલ
નાની ડુંગડોલ ગામે સાબિત કર્યું છે કે કોરોના વાઇરસથી બચવા માટે સૌથી વધારે નિયમો સાર્થક સાબિત થયા છે જેના કારણે આજે બે માસ જેટલો સમય વીતવા આવ્યો છતાં ગામ કોરોના વાઇરસ અને અન્ય બીમારી થી બચી શક્યું છે

ગામના યુવાનો સેવાકીય પ્રવૃત્તિમા આગળ આવ્યા છે. : જવાનજી રાજપૂત, આગેવાન
કોરોનાની વિકટ સમયમાં ગ્રામજનો સુરક્ષિત રહ્યા છે. હવે ગામના યુવાનો એક થઈ સેવાકીય પ્રવૃત્તિમા આગળ આવ્યા છે. યુવાનો અને ગ્રામજનોએ એક થઈ ગાયોની સેવા કરવાનો નિર્ધાર કર્યો છે. અલગ અલગ જગ્યાએ લીલો ઘાસચારો નાખી ગાયોની સેવા કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.