બનાસકાંઠામાં દિવાળીના તહેવારો ટાણે કોરોના વિસ્ફોટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં દિપાવલીના તહેવારો ટાણે કોરોનાનો વિસ્ફોટ થયો છે. દિપાવલી પર્વ ટાણે બજારોમાં ખરીદી માટે ઉમટેલી ભીડને કારણે કોરોના બેકાબુ બનતા છેલ્લા ૫ દિવસમાં ૨૦૦ કોરોના પોઝેટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૯૨૦ એ પહોંચી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં દિપાવલી પર્વને લઈને તહેવારોની ઉજવણી ટાણે બેફિકર બની લોકોની ભારે ભીડ બજારોમાં ઉમટેલી જોવા મળી હતી. જેને પગલે તહેવારો ટાણે જ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૫ નવેમ્બર થી ૧૯ નવેમ્બર દરમિયાન આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૦ કોરોના પોઝેટીવ કેસ નોંધાયા હતા.
આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, છેલ્લા ૫ દિવસ માં કુલ ૩૩૫૩ સેમ્પલમાંથી ૨૦૦ કેસ પોઝેટિવ આવ્યા હતા. આમ, તહેવારો ટાણે કોરોના બેકાબુ બનતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.