પાલનપુરમાં કોરોનાનો કહેર જારી : વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં પણ કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જ્યાં ગુરૂવારે એક સાથે ત્રણ વ્યકિતઓના કેસ પોઝિટિવ આવતાં શહેરીજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. દરમિયાન શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૧ અને જિલ્લામાં આંક ૧૫૯ પહોચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં આઠ વ્યકિતના મોત નિપજી ચૂક્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન- પ્રતિદિન વધી રહ્યું છે. એક પછી એક કેસ વધતાં લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. જ્યાં જિલ્લા મથક પાલનપુરમાં ગુરૂવારે એક સાથે ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુર આકેસણ રોડ નજીક આવેલી સીટીલાઇટ રેસીડન્સીમાં રહેતો યુવક, વે – વેઇટ હોટલની પાછળના વિસ્તારમાં રહેતો યુવક અને એગોલા રોડ શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અ