
બનાસકાંઠામાં ડો.ફેન્સીની એજન્સી દ્વારા બ્રાન્ડીંગ કરાતાં વિવાદ
બનાસકાંઠામાંથી ડો. મનિષ ફેન્સી ની બદલી થયે બે વર્ષ કરતાં વધારે થવા છતાં ડો. મનિષ ફેન્સી બનાસકાંઠા આરોગ્ય વિભાગમાં પોતાનો પગદંડો ચાલુ રાખતા એક નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. અને બારોબાર કામ કરાવીને તાલુકા આરોગ્ય અધિકારીઓને પેમેન્ટ કરવા માટે બનાસકાંઠાના ઉપરી અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવતા હોવાના અહેવાલ બહાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ૧૦૦ દિવસના સંકલ્ય અનુસાર માર્ચ-૨૩ ના લક્ષાંકને હાંસલ કરવા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગામડે ગામડે લોકોને આરોગ્યની સેવાઓ મળે તે માટે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નિલમ પટેલ દ્વારા તમામ જીલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર નં- જા.અ/ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર/ ઓપરેશનલ/૨૯૬/૨૦૨૨ તા. ૩૧/૧૨/૨૦૨૨ ના પત્રથી જાણ કરેલ કે જ્યાં બાકી છે ત્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી પૂર્ણ કરી તમામને તાલિમ આપવી તેમજ બ્રાન્ડીંગ વગર બાકી રહી ગયેલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરને બ્રાન્ડીંગ કરવા જે પછી પોતાનું મકાન હોય કે અન્ય ભાડાનું મકાન હોય તમામને બ્રાન્ડીંગ કરવા માટે જણાવેલ અને તેની ગ્રાન્ટ પણ તમામ જીલ્લા આરોગ્ય વિભાગને આપી દેવામાં આવેલ. જેથી બનાસકાંઠાના જીલ્લા આરોગ્ય અધિકારીએ પણ બનાસકાંઠાના સુઇગામ સિવાયના તમામ તાલુકામાં ૬૨ જેટલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરને બ્રાન્ડીંગ કરવા માટેજાણ કરવામાં આવેલ અને તે પણ જેમ પોર્ટેલ ઉપરથી જ કરવા જણાવેલ પરંતુ જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે રજા ઉપત ઉતરતાં ડો. મનિષ ફેન્સીએ જીલ્લા આરોગ્યની ટીમ ને ભરમાવીને ઇ.ચા. જીલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક કરી તેમને ગોળ ગોળ ફેરવીને ?? ના બદલે ટેન્ડર થી બ્રાન્ડીંગ કરવા માટે નક્કી કરવામાં આવેલ અને જીલ્લાની ટીમે ડો. ફેન્સી ના મળાતિયા ને અમરેલી ખાતે તમામનો કોન્ટ્રાક આપી દેવામાં આવેલ અને કામ પણ બારોબાર કરાવી દેવામાં આવેલ પરંતુ ફરી જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે હાજર થતાં આ તમામ પેમેન્ટ તાલુકા કક્ષાએથી કરવાનુ જણાવતા તેની મુરાદો ઉપર પાણી ફરી વળેલ અને કોઇપણ પ્રક્રિયા કર્યા વગર આ કામ કરેલ હોવાથી હવે દરેક તાલુકા આરોગ્ય અધિકારીઓને પેમેન્ટ આપવા માટે જીલ્લના અધિકારીઓ ધમકાવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ગાંધીનગર આરોગ્ય વિભાગના પત્રના આધારે જીલ્લામાં બાકી રહેતા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં બ્રાન્ડીંગ કરવા માટે જણાવેલ હતુ પરંતુ જીલ્લા આરોગ્ય વિભાગના કચેરી તા. ૨૪/૦૩/૨૦૨૩ થી જણાવેલ કે જેમ પોર્ટલ ઉપરથી બ્રાન્ડીંગ અંગેની કેટેગરી હટાવી દેવામાં આવેલ છે તો ટેન્ડરો મંગાવી બ્રાન્ડીંગ કરવુ પરંતુ આ બ્રાન્ડીંગ તો આ પત્ર લખ્યા પહેલા બારોબાર કરી દેવામાં આવેલ છે. તો તે કયા ટેન્ડરોના આધારે અને તાલુકા આરોગ્ય અધિકારીઓને પુછ્યા વગર કોણે કર્યુ તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. સમગ્ર મામલે તપાસમાં અનેકના પગ નીચે રેલો આવે તેવી શક્યતાઓ વધી છે.