સામાન્ય જનતાના પ્રશ્નો અને સમસ્યાઓને વિધાનસભા સુધી લઈ જવા માટે કોંગ્રેસે જનમંચ કાર્યક્રમની શરૂઆત
કોંગ્રેસના જનમંચ કાર્યક્રમનો અંબાજી થી થયો પ્રારંભ સામાન્ય જનતાના પ્રશ્નો અને સમસ્યાઓને વિધાનસભા સુધી લઈ જવા માટે કોંગ્રેસે જનમંચ કાર્યક્રમની શરૂઆત કરી છે.
વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત યાત્રાધામ અંબાજી થી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાન્ય જનતા તેમના પ્રશ્નો એક ફોર્મમાં લખીને કોંગ્રેસના નેતાઓને આપ્યા હતા. અને આ પ્રશ્નો યોગ્ય જગ્યાએ કોંગ્રેસના નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવશે અને વિધાનસભામાં અવાજ ઉઠાવવામાં આવશે.
અંબાજીમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં આવેલા નાગરિકોએ વિવિધ પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અંબાજી નો વિકાસ કરવાના ઓથા હેઠળ અંબાજી નો વિનાશ કરવામાં આવી રહ્યો છે તેમજ દબાણના વિવિધ પ્રશ્નો, અંબાજી મંદિર નું વેપારીકરણનો પ્રશ્ન, મંદિરમાં બ્રાહ્મણોના રોજગારીના પ્રશ્નો, દારૂબંધીના પ્રશ્નો, અંબાજીમાં હાલ અસામાજિક તત્વોનો ત્રાસ તેમજ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા હતા. તે પ્રશ્ન તેમજ અંબાજી આજુબાજુના ગામના આદિવાસી વિસ્તારના લોકોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે જંગલ જમીનના અધિકારો, રસ્તાઓના પ્રશ્નો તેમજ જંગલ ખાતાની હેરાનગતિ જેવા પ્રશ્નો અને પછાત વિસ્તારમાં શિક્ષણને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા આ તમામ સમસ્યાઓ અમિતભાઈ ચાવડા અને ગેનીબેન ઠાકોરે સાંભળી હતી. અને આ સમસ્યાઓને વિધાનસભામાં રજૂ કરી સરકાર પાસેથી યોગ્ય પગલાં લેવામાં આવે અને લોકોને ન્યાય મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી
ગેનીબેને સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે જેમાં હવે ઉપરથી જ બધું નક્કી થાય છે કે વહીવટ માં શું કરવાનું છે તેમજ મંદિરના વેપારીકરણને ભ્રષ્ટાચાર મુદ્દે તેમને જણાવ્યું હતું કે માં અંબા તેમને સદબુદ્ધિ આપે અને તેઓ મંદિરને વેપાર કેન્દ્ર ના બનાવે સાથે સાથે તેમને લોકોને પણ દારૂબંધી અંગે લોકજાગૃતિ લાવવાના અપીલ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર ની સાથે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, હેમાંગભાઈ રાવલ, ડામરાજી રાજગોર તેમજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને અંબાજીના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.