કાૅંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૮ સમિતિઓના ચેરમેનની વરણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓ પર બહુમતિથી કબ્જો મેળવ્યા બાદ આજે જિલ્લા પંચાયતની ૮ કમિટીઓના ચેરમેનની વરણી કરાઈ હતી.
કાૅંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની અવધિ પુરી થતા બીજા અઢી વર્ષ માટે પ્રમુખ- ઉપ પ્રમુખની વરણી કરાઈ હતી. બાદમાં વિવિધ કમિટીઓની પણ અઢીવર્ષની મુદત પુરી થતા શાસક પક્ષે બહુમતિના જોરે ૩૫ વિરુદ્ધ ૨૭ મતે વિવિધ કમિટી ઓ પર કબ્જો જમાવી કમિટીઓની રચના કરાઈ હતી.
જોકે, કમિટીઓની રચના બાદ આજે ૮ કમિટીઓના ચેરમેનોની પણ વરણી કરાઈ હતી. જોકે, કમિટીના ચેરમેનની વરણીમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા હતા. જેમાં કાૅંગ્રેસના અગ્રણીઓ એવા જુના જોગીઓની બાદબાકી થઇ હતી. જયારે મહત્વની કમિટીઓમાં પણ નવા ચેહરાઓને સ્થાન અપાયું હતું. જોકે, નવનિયુક્ત ચેરમેનોએ આજે પોતાનો ચાર્જ પણ સાંભળી લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.