કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર : આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લા-તાલુકા પંચાયતમાં કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો સાંસદ ગેનીબેન, શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનીકની કેળા તુલા કરાઈ: પાલનપુર ખાતે બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો. જ્યાં AICCના પ્રભારી અને સાંસદ મુકલ વાસનીક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં મુકલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. જ્યાં મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી.

બનાસકાંઠા લોકસભા ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો. જ્યાં AICCના પ્રભારી અને સંસદ મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી.

જ્યાં લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરા રૂપી માતર આપી: સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારા ની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે. એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા.

બનાસકાંઠા એસપી થી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી. છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો. આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહ્યું કે, અમે તમને ગુજરાતમાં હરાવીશું. આપણા ક્યાં બુથોમાં ખોટું થયુ ક્યાં કાર્યકરોને હેરાન કર્યા એનું બધું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ બનાવીશું. અને કોંગ્રેસ સમિતિને આપીશું.

હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી કરીને કહેતા હતા કે, મોદી કે ગઢ મેં જીત કે આઈ હે. રાહુલજી લોકસભામાં સિંહ ગર્જના કરે એટલે સામે વાળાઓને 5 -5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે અમને તો એ જોવાની એટલી મજા આવે કે જાણે અમારા રાહુલજી પીએમ હોય..

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીત બદલ ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી ભાજપ અને શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જોકે તેમને માઇક હાથમાં જ લેતા જ મજાક સ્વરૂપે કહ્યું કે આ માઈકના બહુ પ્રોબ્લમ હોય છે. મને અમિતભાઇ ચાવડા કહેતા હતા કે વાઈફના પણ બહુ પ્રોબ્લમ હોય મને તો એની ખબર નથી. ગેનીબેન અન્યાય સામે લડતા હોય છે. કાર્યકર્તાઓને એ શીખવાની જરૂર છે. રાહુલજી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચ્યા હતા.

બનાસકાંઠામાં એક બાજુ બનાસનીબેન અને બીજી બાજુ બનાસની બેંક હતી: તો પણ મતદાઓએ બેંકને બાજુમાં મૂકી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની સામેના ઉમેદવાર હતા તે ગલબા કાકાની પૌત્રી છે તો એ સંસદમાં નહિ ચાલ્યા તો ડેરીમાં ચાલે. હું જાહેર મંચ ઉપરથી શંકરભાઈને કહું છું કે એમનું ઋણ ઉતારો. આ મોદીની નહિ મારી ગેરંટી છે કે એ બહેન શંકરભાઇ કરતા સારી ડેરી ચલાવશે. એટલે એમને બનાસ ડેરીમાં બેસાડો. આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો. તેને ટક્કર મારીને ગેનીબેનને લોકોએ સાંસદ બનાવ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો દૂધ ઉપર સબસીડી મળતી હતી અને નર્મદાનું પાણી પણ બધાને મળતું હતું. જોકે, બનાસકાંઠાના લોકોને પણ સબસીડી અને નર્મદાના પાણીનો હક છે. તો એમને સવાલ કરજો. હમણાં ભાજપને બહુ તકલીફ પડી રહી છે.

આખા ભારતમાં મોદી પહેલા નીતીશ બાબુને કહેતા તેમના DNAમાં ગરબડ છે. તો ચંદ્રાબાબુ નાયડુ વિશે કહેતા તેમને તેમના સસરા સામે ગદ્દારી કરી છે. આવા લોકો ભાજપ સાથે ન જોઈએ. પરંતુ આજે તેમની સાથે મળીને તેમને સરકાર બનાવવી પડી.જગદગુરુ શંકરાચાર્યે પણ લોકસભામાં રાહુલજીનું ભાષણ હિન્દૂ વિરોધી ન હોવાનું કહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.