
ધાનેરા તાલુકામાં વાવાઝોડામાં થયેલા નુકસાનની સહાય ન ચૂકવાતા કોંગ્રેસના મહામંત્રીએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
‘બિપરજોય’ વાવાઝોડાને ત્રણ મહિના કરતા વધુ સમય થઈ ગયો છે છતાં સરકાર તરફથી કોઈ સહાય મળી નથી જેને લઈને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધાનેરા મામલતદારને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સહાય ચૂકવવા રજૂઆત કરી હતી.
આવેદનપત્ર પાઠવતા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના કારણે ધાનેરા વિસ્તારના ગામો ખૂબ જ પ્રભાવિત થયા હતા તેના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસના થયું હતું તેના અનુસંધાને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી હતી પણ હજી સુધી સહાયની રકમ આપવામાં આવી હતી, તો સરકાર આ બાબતે ખેડૂતોના હિતમાં નિર્ણંય કરવામાં આવે અને ભયંકર નુકસાન વાવાઝોડામાં થયું છે તેનું વળતર પેટે જે સહાય જાહેર કરવામાં આવી હતી તે ખેડૂતોને વહેલામાં વહેલી તકે તેમના ખાતામાં મળી જાય તે અંગે સરકાર ગંભીર બાબતને ધ્યાન લે અને ખેડૂતોના ખાતામાં સહાય આવે તે વિશે રજૂઆત કરવામાં આવી હતી.