દાંતીવાડા ડેમમાં આવેલા કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર
(રખેવાળ ન્યૂઝ) ડીસા, દાંતીવાડા ડેમના અંદરના ભાગે બનાવામાં આવેલા કૂવામાં શનિવારના દિવસે યુવાનનો મૃતદેહ હોવાનું જાણવા મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડયો હતો. દાંતીવાડા ડેમના અંદરના ભાગે આવેલા એક કૂવામા બહારના ભાગે કપડા પડેલા હોવાનું અને કોઈ યુવક કૂવામા પાડયો હોવાનું ડેમમાં પશુઓ ચારી રહેલા કેટલાક લોકોને જણાતા તેમણે બનાવ બાબતે સ્થાનિક દાંતીવાડા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા દાંતીવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ડી ચૌધરી
સ્ટાફ સાથે બનાવની જગ્યાએ પહોંચ્યા હતા અનેુકેટલાક તરવૈયાઓની મદદ લઇ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પાંથાવાડા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દાંતીવાડા તાલુકાના રામસિડા ગામનો વતની ચંદુભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસની આગળની વધુ તપાસ યથાવત છે.