બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ ભાવપૂર્વક દશામાંના વ્રતની પૂર્ણાહુતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, અષાઢ મહિનાની અમાવસથી શરૂ થયેલું દશામાંનું વ્રત દસમા દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી સમાપન થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતને લઈ શનિવારની રાત્રે વ્રતધારી મહિલાઓએ આખી રાત જાગરણ કરી રવિવારની પહેલી પરોઢે માતાજીની મૂર્તિઓને ભારે ભક્તિ ભાવપૂર્વક વાજતે ગાજતે જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં દશામાના વ્રતની ઉજવણી માટે ભારે થનગનાટ જાેવા મળી રહ્યો હતો. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી. ડીસા શહેરમાં બનાસ નદીમાં અને વિવિધ ગામડાઓના તળાવોમાં પણ માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેને લઇ ઠેર ઠેર વ્રતધારી મહિલાઓ સહિત ભાવિક ભક્તોની ભીડ જાેવા મળી હતી.

ડીસાના દશામાના મંદિરે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યુ

દશામાના વ્રતના છેલ્લા દિવસે ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિરે દર્શનાથ માટે લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. સમગ્ર ડીસા તાલુકા સહિત દૂર દૂરથી માતાજીના ભાવિક ભક્તોએ દશામાના મંદિરે આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.