દાંતા પાસેના ખેતરમાં વાવેલા ચંદનના વૃક્ષો ચોરાતા ફરીયાદ
દાંતા તાલુકાના ગોધણી ગામના ખેડૂતના ખેતરમાંથી ચંદનના ઝાડ ચોરાયાનો બનાવ સામે આવ્યો છે ખેડૂતે બનાવના પગલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગોધણી ગામના દિલીપસિંહ જગતસિંહના ખેતરમાંથી ૩ ચંદનના વૃક્ષોની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો જમીન સુધીથી થડનો બધોજ ભાગ કાપીને લઈ ગયા છે. આ વૃક્ષો ખેડૂતના ખેતરમાં ૨૦ વર્ષ જૂના અને અંદાજીત ૩ લાખની કિંમતના હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ખેડૂતના ખેતરમાં વાવેલા ચંદન રાત્રીના સમયે ચોરી થયાની સવારે ખેતરમાં ગયા એટલે જાણ થઈ બનાવની જાણ બાદ ખેડૂતે દાંતા પોલીસ મથકે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. અને પોતાના વૃક્ષો ચોરી કરનારા આરોપીયોને ઝડપી લેવા માંગ કરી છે.