અમીરગઢના તત્કાલીન મદદનીશ ટીડીઓ અને ક્લાર્ક સામે ૧૩.૮૯ લાખની ઉપાચતની ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના તત્કાલીન મદદનીશ ટીડીઓ અને તત્કાલીન સિનિયર ક્લાર્ક ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨ના તલાટીઓના પગારની તફાવત રકમ રૂ.૧૩.૮૯ લાખ પોતાના ખાતામાં જમા કરી ઉચાપત કરી હતી. જે અંગેની ફરિયાદ ઇન્ચાર્જ મહિલા
ટીડીઓએ ગુરુવારે અમીરગઢ પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની પ્રાપ્ત   થતી વિગતો અનુસાર ઇકબાલગઢના તલાટી કમ મંત્રી કે.જી.ચૌહાણએ ૨૯ માર્ચ-૨૦૧૨ ના રોજ અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીને કર્મચારીઓને મળવાપાત્ર પગાર તથા તફાવતની રકમ જે તે તલાટી ખાતામાં જમા થવાના બદલે તત્કાલીન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ રોહિતકુમાર મુકુંદરાય ત્રિવેદી તથા તત્કાલીન સીનીયર ક્લાર્ક અમીરગઢ બાબુભાઇ ચંદુભાઇ પારગી એ પોતાના ખાતામાં જમા કરી હોવાની રજૂઆત કરી હતી. જેને લઇ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી આર.બી.ખરાડીએ તપાસ કરતાં રૂ.૨,૪૯,૩૨૮ ની ઉચાપત થઇ હોવાનું જણાયું હતું. જેની રજૂઆત જિલ્લા પંચાયતમાં કરાતાં ઓડિટ દરમિયાન સને ૨૦૧૦-૧૧ અને સને ૨૦૧૧-૧૨માં મળીને કુલ રૂ. ૧૩,૮૯,૦૬૨ની નાણાંકીય ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ ઇન્ચાર્જ મહિલા ટીડીઓ અંકિતાબેન ઓઝાએ ગુરુવારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઓડિટ રિપોર્ટમાં નાણાંકીય ગેરરિતીથી સામે આવ્યા બાદ અમીરગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા હતા. પંચાયત સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે “ગંભીર પ્રકારની નાણાંકીય ઉચાપતમાં અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.