વડગામના તેનીવાડા ગામે લોનના હપ્તાની ઉઘરાણી માટે ગયેલ કંપની ના મેનેજર ને મારમારતા ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

તેનીવાડા ના ઇસમે ઘર ઉપર પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની માંથી લોન લઈ હપ્તા ન ભરતા બબાલ, વડગામ તાલુકાના તેનીવાડા ગામે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની માંથી ઘર ઉપર લોન લઈ સમયસર હપ્તા ન ભરી મેનેજર ને સેટલમેન્ટ માટે બોલાવી અચાનક ગાળો બોલી ગડદાપાટુનો નો મારમારી ગર્ભિત ધમકી આપતો કંપની ના મેનેજરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના તેનીવાડા ના મુળજીભાઈ જેઠાભાઇ ભૂતડીયા એ  પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની માંથી ઘર ઉપર લોન લીધી હતી. લોન ના હપ્તા સમયસર ન ભરતા કલેક્શન મેનેજર પવન અરવિંદભાઈ મોદી લોન ધારક ના ઘરે ઉઘરાણી ગયા હતા. બાદ માં અન્ય ઇસમે ફરી તેમને લોન ના સેટલમેન્ટ માટે તેનીવાડા હાઈવે ઉપર આવેલ કિસાન પાર્લર ઉપર બોલાવેલ અને ત્યાં મૂળજીભાઈ નો પુત્ર શૈલેષભાઈ મુળજીભાઈ ભૂતડીયા આવી જેમતેમ ગાળો બોલી બાથે પડી ગડદાપાટુનો નો મારમારી હવે લોન ના હપ્તા માગ્યા છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા કંપની ના મેનેજર પવન મોદી એ શૈલેષ  ભૂતડીયા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.