
ધાનેરામાં પોલીસની કામગીરીમાં અડચણ બનતા બે લોકો સામે ફરીયાદ
ધાનેરામાં પોલિસ દ્વારા કાળા કાચ અને વાહનોની આર.સી.બુક ના ચેકિંગ માટે સ્પે. ડ્રાઇવ મંગળવારે કરવામાં આવી હતી જેમાં જાડી ગામના બે ઇસમોએ પોલિસની આ ટ્રાફિકની કામગીરીમાં અદચણ ઉભી કરતાં બન્ને ઇસમો સામે પોલિસ ફરીયાદ કરી જેલના હવાલે કરવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદ ઉપર આવેલ તાલુકો હોવાથી ઘણી વખત બાઇકો તેમજ અન્ય વાહનોની ચોરીના બનાવો બનતા હોય છે તેમજ રાજસ્થાનથી દારુવાળાઓ પણ આવતા હોવાથી ધાનેરા પોલિસ ઇસ્પેક્ટર દ્વારા વાહનોના કાચ ઉપર લગાવેલ કાળી ફિલ્મો દુર કરવા તેમજ વાહનોની આર.સી.બુક ચેક કરવા માટે સ્પે. ડ્રાઇવ મંગળવારે સાંજે રાખવામાં આવી હતી અને જેમાં ૧૦૦ જેટલી ગાડીઓની કાળી ફિલ્મ સ્થળ ઉપર દુર કરવામાં આવેલ ત્યારે એક સ્કોર્પિયો ગાડી નં- ય્ત્ન ૧૬ મ્મ્ ૫૦૪૨ આવેલ જેને બ્લેક કાચ હોવાથી રોકાવી તેની પાસે આર.સી.બુક તેમજ કાળા કાચ હોવાથી કાળી ફિલ્મ દુર કરવા માટે પોલિસ જવાન જતાં ગાડી ચાલક દ્વારા ઉસ્કેરાઇ ને પોલીસ કઇ રીતે મારી ગાડીની તપાસ કરી શકે છે તેમ કહીને તેની સાથે બેઠેલા ઇસમે પણ પોતાના મોબાઇલથી પોલિસ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વિડીયો ઉતારી સરકારી ગાડીનો વિડીયો ઉતારી સરકારી કામકાજમાં ડખલ કરવા તેમજ અડચણ ઉભી કરવા જતાં પોલિસે આ બન્ને ઇસમો ગાડી ચાલક મુકેશભાઇ સમરતાભાઇ ગલચર તથા હરચંદભાઇ સમરતાભાઇ ગલચર બન્ને રહે. જાડી વાળ સામે સરકારી કામમાં આડચણ ઉભી કરવાનો ગુનો નાંધી તેમને જેલના હવાલે કર્યા હતા. તેમજ આ ઇસમો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવેલ નહી અને તેમની પાસેથી બે મોબાઇલ કિ. ૭૦૦૦ તથા ગાડીની કિ. ૫ લાખ એમ કુલ ૫,૦૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.