ડીસામાં જાહેરનામાનો ભંગ કરનાર ૨૭ સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે આ મહામારીએ ગુજરાતમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેને લઈને સમગ્ર દેશમાં ચાર તબક્કાનું લોકડાઉન અપાયું હતું. ત્યારબાદ હાલ અન લોક ૦૧ અંતર્ગત શરતી વધુ પડતી છૂટ છાટ આપી દેવામાં આવી છે. જેના પગલે લોકો કાયદાનો પણ છેદ ઉડાડી રહ્યા છે. લોકો સોસીયલ ડિસ્ટન્સનું પણ પાલન કરતા નથી. પરિણામે કોરોના પોઝીટિવ કેસોમાં પણ વધારો થતાં ડીસા ‘હોટ સ્પોટ’ બની ચૂક્યું છે. તેમ છતાં લોકો આ મહામારીનો ભય રાખ્યા વિના બજારોમાં ફરી રહ્યા હોવાના કારણે પોલીસ પણ કડક બની છે અને શરતોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. જેમાં ગતરોજ ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી બહાર ફરતા ૨૭ જેટલા ઈસમો સામે કલમ ૧૮૮, ૨૬૯ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ ૧૧ જેટલા વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.