વાવના ફાંગડી ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ ડે.સરપંચ સહિત ચાર વિરૂધ્ધ ફરીયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા 64

રખેવાળ ન્યુઝ વાવ
વાવ તાલુકાની ઢેરીયાણા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ-ડે.સરપંચ સહિત ચાર વિરૂધ્ધ ગામના અનુજાતિના ઈસમે એસ્ટ્રોસીટી ની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.બનાવની વિગત એવી છેકે વાવ તાલુકાના ઢેરીયાણા ગામના ભરતભાઈ પબાભાઈ પરમાર(અનુ.જાતિ) તેમની પત્નિ સાથે ગામમાં જતા હતા. ત્યારે ઢેરીયાણા ગામના હનુમાનજીના મંદિર પાસે જુના પંચાયત ઘરનું મકાન પડી રહ્યું હતું. જે બાબતે ભરતભાઈ પરમારે વિરોધ નોંધાવતાં સરપંચ પબાભાઈ દેવસીભાઈ પટેલ, ઉપ સરપંચ સવજીભાઈ દેવસીભાઈ પટેલ (રહે.ફાંગડી), શીવાભાઈ ખાંનાભાઈ પટેલ,રમેશ નાગજીભાઈ પટેલ (ઢેરીયાણા)એ સાથે મળી બિભત્સ શબ્દો બોલી જાતિ વિરૂધ્ધ અપમાન જનક શબ્દો બોલ્યા હતા. જેથી ભરતભાઈ પરમારે ચાર વિરૂધ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ આપેલી. પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા ભરતભાઈ પરમારે પાલનપુર કંટ્રોલ રૂમમાં ફોન કરી પોતે દવા પી લેવાનું કહી લોકેશન જણાવી દવા પી લેતા પાલનપુર કંટ્રોલ રૂમમાંથી થરાદ પોલીસને જાણ કરતાં થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ભરતભાઈ પરમાર ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતાં તાત્કાલીક થરાદ ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત ગંભીર જણાતા થરાદ ખાતેની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ ભરતભાઈ પરમારે જાતે ઝેરી દવા પીધી હોવાનો ગુનો નોંધી તેમના પણ જામીન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કંટ્રોલની સુચના અનુસાર ભરતભાઈ પબાભાઈ પરમારની ફરિયાદના આધારે ફાંગડી સરપંચ-ડે.સરપંચ સહિત ચાર વિરૂધ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધાયો હતો. જાેકે આ મુદ્દે એટ્રોસીટી દાખલ થયેલ ચારે ઈસમોને ગણતરીના કલાકોમાં જામીન મળી ગયા છે. જ્યારે ફરિયાદી ભરતભાઈ પબાભાઈ પરમાર હાલમાં ઢેરીયાણા ખાતે પોલીસ પ્રોટેક્સન સાથે ફરી રહ્યા છે. આગળની વધુ તપાસ એટ્રોસીટી સેલના ડી.વાય.એસ.પી. ગોહિલ ચલાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.