કોમેડી ક્વીન ભારતી સિંહ પોતાના પતિ સાથે દીકરા લક્ષસિંહની બાબરી ઉતારાવા અંબાજી આવી
અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરમાં નેતાઓ, બોલિવૂડ સેલિબ્રિટી સહિત ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. ગઇકાલે બોલિવૂડની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંહ પોતાના પતિ સાથે દીકરા લક્ષસિંહ(ગોલા)ની બાબરી ઉતારાવા અંબાજી આવી હતી.
ઘણા ભક્તો પોતાનાં સંતાનોની બાબરી ઉતરાવવા માટે અંબાજી આવતા હોય છે. ગુજરાતમાં સૌથી વધુ બાબરી બહુચરાજી અને અંબાજી ખાતે ઊતરે છે. ત્યારે બોલિવૂડની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિંબાચિયા અને દીકરા લક્ષસિંહ સાથે સવારે અંબાજી આવ્યાં હતાં, જ્યા તેમણે માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઊતરાવી હતી.
Tags Ambaji Banaskantha Palanpur