પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસ.ટી બસ અને મગફળી ભરેલી ટ્રક વચ્ચે ટક્કર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસબી પુરા પાટિયા પાસે સરકારી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મગફળી ભરેલી ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેથઈ મગફળી રસ્તા પર ઢોળાઈ ગઈ હતી. જેના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનોની કતાર લાગી હતી.


બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસ બી પુરા પાટીયા નજીક રાત્રિના સમયે એક ટ્રક અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે બનાસ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર તરફથી મીની ટ્રક મગફળીઓની બોરીઓ ભરી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમય સરકારી બસ વચ્ચે એસ બી પુરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જતા ટ્રકમાં ભરેલી બોરીયો નેશનલ હાઈવે રોડ પર પથરાઈ જતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.