
અમીરગઢ ના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશને સ્વચ્છ રાખવા સ્વચ્છત ભારત અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં ઠેરઠેર સાફ સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમીરગઢ તાલુકાના વિશ્વ વિખ્યાત વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન લાખો ની સંખ્યામાં લોકો ઉમટી આવતા હોય છે ત્યારે લોકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોય છે.
ત્યારે સાફ સફાઈ અભિયાન અંતર્ગત અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા પંચાયત દ્વારા તેમજ ગ્રામપંચાયત દ્વારા વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પડેલ કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સાફ સફાઈ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પટેલ તેમજ ઈકબાલગઢ ગ્રામપંચાયત ના સરપંચ રાજુભાઈ અગ્રવાલ તેમજ અનેક લોકો સફાઈ કરવા જોડાઈ ઠેર ઠેર પડેલ કચરાની સફાઇ કરીને વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છ કર્યું હતું