ઉમિયા નર્સિંગ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
ભાદરવી પૂનમનો મહામેળા દરમિયાન અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો કાર્યરત હતા. હવે મેળો પૂર્ણ થતાં સેવા કૅમ્પો સહિત રસ્તામાં પડેલ કચરો વિણી અંબાજી જતા માર્ગ પર ઉમિયા નર્સિંગ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું.
પાલનપુરના ધનિયાના ચોકડી પર ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા મેડિકલ સેવા કેમ્પ કરાયો હતો. જેમાં સારી કામગિરી કરનાર તાલીમાર્થી ભાઈ બહેનોને સંસ્થાના પ્રમુખ ગીરીશ ભાઈ જગાણિયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. બાદમાં અંબાજી જતા માર્ગ પર પદ યાત્રિકો દ્વારા નાખેલ પાણીની બોટલ, ચા ના કપ, પેપર ડિશ સહિતનો કચરો સાફ કરી પર્યાવરણના જતન સાથે પર્યાવરણ પરત્વે જાગૃતિ કેળવવા માટે ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.