લાખણી તાલુકાના ગામોમાંથી એકત્ર કરાયેલ માટીના કળશ ધારાસભ્યને અર્પણ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી મિટ્ટી, મેરા દેશ અમૃત કળશ યાત્રા’ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ગામે ગામની પવિત્ર માટી એકત્ર કરવામા આવી છે. જેને આગામી દિવસોમા દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવામા આવનાર છે ત્યારે લાખણી તાલુકાની પવિત્ર માટી ભરેલા કળશનો સ્વીકાર કરવા આજરોજ દિયોદર પ્રાન્ત અધિકારી તેમજ લાખણી તાલુકા વહીવટી તંત્રના આયોજનથી લાખણીની સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં લાખણી તાલુકામા આવેલ ગામોની પવિત્ર માટી ભરેલા કળશ લઈને સરપંચો, તલાટીઓ તેમજ વહિવટદાર હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં સરપંચો તેમજ વહીવટદારોએ એમના ગામના અમૃત કળશ સાથે સેલ્ફી બોક્સમાં સેલ્ફી લઈ એમના ગામની પવિત્ર માટીના કળશને ધારાસભ્ય કેશાજી ચૌહાણને અર્પણ કરી હતી. જેનો લાખણી તાલુકા મામલતદાર એમ. ડી. ગોહેલ, તાલુકા વિકાસ અધિકારી સોમળભાઈ એચ પટેલ જિલ્લા સહકારી સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, અગ્રણી સુરેશભાઈ પટેલ, લાખણી તાલુકામાંથી આવેલ ગામોના સરપંચો, અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા માટી ભરેલા કળશનો સ્વિકાર કરવામા આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.