ઉપ-સરપંચ બનવા માટે દાવેવારોની હોડ જામી ! સભ્યોમાં ખેંચતાણ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણી પરીણામના એક મહિના બાદ તંત્ર દ્વારા જીલ્લા સહિત ડીસા તાલુકાની ૮૨ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી માટેનંુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાં જિલ્લાભરનાં ગામોમાં રાજકીય માહોલ ફરીથી ગરમાયો છે. જેમાં ડીસા તાલુકાની ૮૨ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા આગામી ૨૪ જાન્યુઆરીથી થનાર છે. ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર કરાયા બાદ ઉપ સરપંચ બનવાના દાવેદારોની હોડ જામી છે ત્યારે હવે ગ્રામ પંચાયયતનાં ઉપસરપંચની ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્રએ કાર્યવાહી શરૂ કરતાં સ્થાનિક રાજકારણમાં પંચાયત સભ્યોની ખેંચતાણ માટે સંભવિત ઉમેદવારોની દોડધામ વધી જવા પામી છે. ગ્રામીણ વિસ્તારમાં સરપંચ બાદ ઉપસરપંચ પદ પણ ખૂબ જ મોભાદાર માનવામાં આવે છે. જેથી ગામે-ગામ ઉપસરપંચની ચૂંટણી સંદર્ભે વિવિધ સમીકરણોનાં આધારે સંભવિત નામોની ચર્ચાઓ શરૂ થઈ ગયી છે સ્થાનિક સ્વરાજ ના રાજકારણમાં ઉપસરપંચ પદની ચૂંટણીમાં ઝંપલાવવા ઇચ્છતા ઉમેદવારોએ કાવાદાવા, જૂથવાદ, જ્ઞાતિવાદ વગેરે પરબિળો આધારે સભ્યોનું જૂથબળ મજબૂત બનાવવા માટે મરણિયા પ્રયાસો હાથ ધરતાં ચૂંટાયેલા સભ્યોનો માન-મોભો પણ ઉપસરપંચની ચૂંટણી સંદર્ભે સાતમા આસમાને પહોંચી ગયો છે અને જાેડતોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

જાેડતોડની નીતી સાથે ઉપ સરપંચ બનવાની હોડ જામી | ભરશિયાળે ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં ઉપસરપંચની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો સર્જાયો છે જેમાં ડીસા તાલુકાની ૮૨ ગ્રામ પંચાયતો ઉપસરપંચની ચૂંટણી યોજાનાર છે જેમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ પણ બિનહરીફ જાહેર થયા છે જેમાં માત્ર ઔપચારિકતા જ બાકી છે જ્યારે અન્ય ગ્રામ પંચાયતોમાં જાેડતોડની નીતી સાથે ઉપ સરપંચ બનવાની હોડ જામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.