દાંતામાં સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, મધ્યમ ભોજનની દાળમાં જીવાત નીકળી

બનાસકાંઠા
બનાસકાંઠા

બાળકો મા કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેથી બાળકો કુપોષણ મુક્ત થાય અને બાળકો નુ સ્વાસ્થય જળવાય તે માટે સરકાર અનેકો યોજનાઓ ચાલુ છે. પ્રાથમિક શાળા ના બાળકો ને અલગ અલગ પ્રકાર નુ ભોજન મધ્યમ ભોજન ના સંચાલકો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. બાળકો ના આ ભોજન જે સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી આપવા મા આવતું હોય છે પણ જ્યારે બાળકો ને અપાતું આ ભોજન ખરાબ ગુણવતા સાથે રધાયેલા ભોજન મા જીવાત નીકળે તો સુ સમજવું. એવુજ એક કિસ્સો ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના મંડાલી ગામે થી સામે આવ્યો છે.

દાંતા તાલુકામા સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દાંતા તાલુકા ના મંડાલી ગામે પ્રાથમિક શાળા મા બાળકો ને આપતું મધ્યમ ભોજન મા જીવાત નિકળી છે.મંડાલી પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની દાળ મા જીવાત નીકળતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે. જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી હતી.

નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તા વાળો સામાન શા માટે મોકલવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. આ પ્રકાર ના હલકી ગુણવત્તાના ભોજન ને લઇ નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા  મધ્યમ ભોજન ની તથસ્થ તપાસ અને ગુણવતા યુક્ત ભોજન બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.