વડાવલ પરા પ્રાથમિક શાળા ના બાળકોએ ડીસા ના વિવિધ સ્થળોની મુલાકાત લીધી
ડીસા તાલુકા ની વડાવલ પરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકો શાળા ના આચાર્ય ભરતભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ શાળા ના શિક્ષક નિલેશભાઈ પટેલ તથા સોનલબેન મોદી સાથ સહકાર થી ડીસા માં આવેલા વિવિધ સ્થળોની મુલાકાત કરાવી તેના વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.ડીસા માં આવેલા જલારામ મંદિર ના બાળકો ને સૌપ્રથમ દર્શન કરાવ્યા હતા ત્યારે જલારામ બાપા અને વિરબાઇ ના જીવન વિશે ની બાળકોને માહિતગાર કર્યા હતા ત્યારે મંદિર ના સંચાલક દ્વારા બાળકો ને કેળા નો પ્રસાદ અપાયો હતો આ ઉપરાંત ડીસા નવા બસ સ્ટેન્ડ ની બાળકોને મુલાકાત કરાવી હતી જ્યાં એસ ટી સ્ટેન્ડ ના સ્ટેન્ડ ઇન્ચાર્જ રમેશભાઈ દેસાઇ એ એસ ટી ના સંચાલન ની માહિતી આપી હતી તથા સરકાર દ્વારા કન્યાઓને મફત પાસ ની સુવિધા આપવામાં આવે છે તેના વિશે માહિતગાર કર્યા હતા ત્યારબાદ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ને પહોંચ્યા હતા જ્યાં પોલીસ મથક માં હાજર અધિકારી દિલાવરખાન સિકંદર ખાને પોલીસ ની બાળકોને માહિતી આપી હતી અને પોલીસ કઈ રીતે મદદરૂપ થઈ શકે આ ઉપરાંત વાયેલસેટ ની પણ સમજણ આપી હતી આ ઉપરાંત બાળકોમાં ધર્મ પ્રત્યેની જાગૃતિ આવે અને સારા સંસ્કારોનું સિંચન થાય તેને લઇ બગીચા ખાતે આવેલું સાઈ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ના બાળકોને દર્શન કરાવ્યા હતા