ભારતમાલા રોડના પુલીયામાં ભરાતા પાણીથી સ્કુલે જતા બાળકો, ખેડૂતો, વાહન-ચાલકોને ભારે હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ-વાવમાંથી અમૃતસરથી જામનગરને જોડતો ભારતમાલા રોડ પસાર થાય છે. જે સવપુરા ગામની સીમમાં રોડના પુલ નીચે સામાન્ય વરસાદમાં પણ બે ફુટ જેટલો પાણીનો ભરાવો થતાં આઠ ગામોના લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.બનાસકાંઠા જીલ્લાના થરાદમાંથી પસાર થતો અમૃતસર જામનગર ભારતમાળા રોડ વાવ તાલુકાના સવપુરા ગામમાંથી પણ નીકળેલ છે. જો કે હાઇવે હજું સુધી ચાલુ પણ થયેલ નથી. પરંતુ તેના પર જે પુલ બાંધવામાં આવ્યો છે તે ના કારણે સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતાં ભારે હાલાકીઓનો સામનો કરવાની નોબત આવી છે.

આ અંગે ગામના યુવક દિનેશભાઇએ જણાવ્યું હતું કે પુલ જમીનની સપાટીની નીચે બાંધવામાં આવ્યો છે જેના કારણે પુલની અંદર પાણી ભરાઇ રહે છે. જે કામ થયું છે તે ગામની ભૌગોલિક સ્થિતિ જોયા વગર થયેલ છે. વળી તીર્થગામથી સવપુરા,ભાંણખોડ,જાનાવાડા, ઇશ્વરીયા, ભડવેલ, વિજાપુર અને દેવકાપડી ગામોને જોડતો જે મુખ્ય રોડ છે. સામાન્ય વરસાદ થવાથી પણ દોઢ ફુટ જેટલું પાણી ભરાઇ જાય છે અને વધારે વરસાદ થાય ત્યારે બે થી ત્રણ ફૂટ પાણી રહે છે. અને આ પાણી નિકાલની કોઇ વ્યવસ્થા કરેલ નથી જેના કારણે સ્કુલે જતા બાળકો, ખેડૂતો, વાહન-ચાલકોને બહું જ મુશ્કેલી પડી રહી છે. આ પાણી ભરાવને કારણે ભયંકર રોગચાળો ફેલાવાની ભીતી છે. આથી તંત્ર આ હાલાકીઓની નોંધ લઇ યોગ્ય નિકાલ લાવે એવી સમગ્ર ગામોના લોકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.