સુઇગામ તાલુકાના કુંભારખા ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરોવર ની મુલાકાત કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

( વિષ્ણુ પરમાર વાવ )

સુઇગામ તાલુકાના કુંભારખા ગામે ગ્રામજનો રાજ્ય સરકાર તેમજ પદ્મ શ્રી ધોળકિયા ફાઉન્ડેશન સવજીભાઇ ધોળકિયા ના સહિયારા પ્રયાસ થી લાખો રૂપિયા ની રકમ થી એક સુંદર સરોવર નું નિર્માણ થઈ રહ્યું છે.તે કામગીરી ના ભાગ રૂપે આ સરોવરની મુલાકાત માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આજરોજ કુંભારખા ગામ ના મહેમાન બનનાર હોઈ સરકારી તંત્ર અને પાર્ટીનું તંત્ર સજ્જ બની ગયું છે. આ બાબતે અમારા વાવ સુઇગામના રખેવાળ રિપોર્ટર વિષ્ણુ પરમારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર રૂબરૂ મુલાકાત કરી કુંભારખા ના યુવા સરપંચ જોડે મુલાકાત કરતાં જાણવા મળતી વિગતો મુજબ હરેશભાઈ ચૌધરી યુવા સરપંચે જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસ થી સરોવર ની કામગીરી પુર જોશ માં ચાલી રહી છે.

હવે આ કામ પરિપૂર્ણ થવા આવ્યું છે ગુજરાત ના મુખ્યમંત્રી આ સરોવર ની મુલાકાત માટે અમારા મોંઘેરા મહેમાન બન્યા છે.તે ખુશી ની વાત છે. આ સરોવર નું નિર્માણ થયા બાદ આ વિસ્તાર ની 1500 હેકટર જમીન અને 500 વધુ ખેડૂતો તેમજ કુંભારખા રડકા ખડોલ ચાત્રા સેડવઃ ભટાસણા જેવા ગામો ને સિંચાઈ તેમજ પીવા વપરાશ તેમજ પશુઓ ને પાણી મળી રહેશે…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.