સુઇગામના કુંભારખા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણાધિન હરે કૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

45 લાખ ક્યુબીક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતું હરે કૃષ્ણ સરોવર 1360 મીટર લંબાઈ અને 480 મીટર પહોળાઈ ધરાવે છે, સરોવરના નિર્માણ થી 500 થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં  પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઇની સમસ્યાનું નિરાકરણ આવશે. જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેકટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેકટની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે તમારે કેવું નહી પડે ને વિકાસના કામ થતા રહેશે, તમે પણ સાથ સહકાર આપજો, જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી. વડાપ્રધાનએ જળસંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિ ને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદભુત કાર્ય થયું છે. વધુમાં તેમણે કહ્યું કે, આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે. આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.

સવજી ધોળકિયા ફાઉન્ડેશન, ગુજરાત સરકાર અને ગામ લોકોના સહયોગથી 30 હેક્ટર જમીનમાં હરે કૃષ્ણ સરોવર નિર્માણની કામગીરી થઈ રહી છે. જેમાં 16 લાખ રૂપિયા ગ્રામજનોનો લોક ફાળો છે. જ્યારે સવજી ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના કોલોબ્રેશનથી અંદાજિત ચાર કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ થનાર છે. આ સરોવરની લંબાઈ 1360 મીટર અને પહોળાઈ 480 મીટર છે. સરોવરની ઊંડાઈ 1 મીટર છે. સરોવરની સંગ્રહ ક્ષમતા 45 લાખ ક્યુબીક મીટર છે. આ સરોવરમાં વજાપુર, કલ્યાણપુરા, એટા, રામપુરા, ભટાસણા, રડકા, ચાત્રા ગામોનું વરસાદી પાણી ઠાલવવામાં આવશે. જેનાથી કુંભારખા, ખડોલ, ભટાસણા, રડકા, ચાત્રા, સેડવ, ઉચોસણ અને કુંભારખા ગામના અંદાજીત 500 થી વધુ ખેડૂત અને 1500 હેક્ટર જમીનમાં વપરાશ તથા સિંચાઈ માટે પાણી સંગ્રહિત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.