પ્રભારી મંત્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાની ૬ નગરપાલિકાઓને ૮.૨૫ કરોડના ચેક અર્પણ કરાયાં

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી રાજયની નગર પાલિકાઓ અને મહા નગરપાલિકાઓને સર્વાગી વિકાસ માટે ૧૦૬૫ કરોડના ચેક વિતરણનો કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો.  આ પ્રસંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું કે, આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકારને ચાર વર્ષ પુરા થયાં છે અને પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે ત્યારે રાજયની નગરપાલિકાઓ અને મહા નગરપાલિકાઓના સર્વાગી વિકાસના કામો માટે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૧૫૫ જેટલી નગરપાલિકાઓ અને આઠ મહાનગર પાલિકાઓમાં વિકાસ કામો માટે ૧૦૬૫ કરોડની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા છે. જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે બનાસકાંઠા જિલ્લાની ૨-અ, ૨-બ અને ૨-ક વર્ગની મળી કુલ- ૬ નગરપાલિકાઓને રૂ. ૮.૨૫ કરોડના ચેક એનાયત કરવામાં આવ્યા હતાં. ડીસા નગરપાલિકાને ર.પ૦ કરોડનો ચેક અર્પણ કરાયો હતો જેમાં આ પ્રસંગે ગુજરાત વેર હાઉસીંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, મહેશભાઇ પટેલ, કલેકટર સંદીપ સાગલે, નગરપાલિકાના પ્રમુખઓ, કારોબારી ચેરમેનઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.