ભાભરમાં ટીડીઓનું ચેકીંગ, ૪ આંગણવાડીમાં ખંભાતી તાળા દેખાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી વિસ્તાર ભાભર તાલુકામાં કર્મચારીઓની અનિયમિત હાજરી બાબતે મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થાય છે. ત્યારે રોજ ભાભર તાલુકા વિકાસ અધિકારી જોસનાબેન આઈ પરમાર દ્વારા તાલુકાના ગામોમાં ઓચિંતી મુલાકાત લેતા અનિયમિત કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સવારે ૧૧ કલાકે તાલુકા વિકાસ અધિકારીએ ઓચિંતા તાલુકાના ચેમ્બુવા જુના, તેતરવા, મેસપુરા,ચાતરા ગામે આગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા આ કેન્દ્રો ઉપર ખંભાતી તાળા લટકતા હતા. ચેમ્બુવા જુના પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષક હાજર ન હોઈ તાલુકા વિકાસ અધિકારી ભારે રોષે ભરાયા હતા. અને તેઓએ તાત્કાલિક સીડીપીઓ તેમજ શિક્ષણ શાખાને આ બાબતે સ્થળ ઉપરથી જ વાકેફ કરી ઘટતી કાર્યવાહી કરવાના આદેશો આપેલ છે. આમ, તાલુકા વિકાસ અધિકારીની ઓચિંતિ મુલાકાતથી તાલુકાના અનિયમિત કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ સમગ્ર મામલો સામે આવતા લોકોમાં ભારે ફેલાયો છે. અને જવાબદારો સામે પગલા ભરવા પણ માંગણી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.