છાપી પોલીસે પાંચ વર્ષ થી પ્રોહીબિશન ના ગુનામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો
વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે વર્ષ ૨૦૧૯ માં નોંધાયેલ પ્રોહીશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી ફરાર આરોપી ને શુક્રવારે છાપી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસની હદ માં વર્ષ ૨૦૧૯ માં પ્રોહીબિશન નો ગુનો નોંધાયો હતો. જેનો આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોલિસ પકડ થી દુર હતો. દરમિયાન છાપી પોલીસ ને બાતમી મળી હતી કે આરોપી જાલમસિંહ પહાડસિંહ રાજપૂત રહે.ચામુંડા ડેરી ,નાના પોલીસ સ્ટેશન જી.પાલી રાજસ્થાન વાળો અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જેથી છાપી પીએસઆઈ એચ.પી.દેસાઈ, પો.કો. સુરેશભાઈ, વસીમખાન સહિત ની ટિમ દ્રારા ધારેવાડા ચેકપોસ્ટ ઉપર વોચ રાખી આરોપી ને ઝડપી પાડી જેલ હવાલે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.