થરાદ ડીસા રોડ પર ટ્રક પલટતાં અફરાતફરી

બનાસકાંઠા
બનાસકાંઠા 274

રખેવાળ ન્યુઝ થરાદ : પ્રાપ્ય માહિતી મુજબ શનિવારે રાત્રે થરાદ ડીસા રોડ પર રાજસ્થાન પાસિંગની એક ટ્રક માલ ભરીને પસાર થઇ રહી હતી. દરમિયાન રાત્રિના સમયે ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે થરાદ ડીસા હાઇવે પર અસાસણ જેતડા નજીક રાત્રિના સુમારે ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ જામ્યો હતો. અકસ્માતમાં ચાલક ક્લીનર ઈજાઓ થવા પામી હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. રાજસ્થાનના બાલોત્રા થી ટ્રક મુંબઈ તરફ જઈ રહી હોવાનું મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.