દાંતા નજીક સંજીવની દૂધના પાઉચનો ફેંકેલો જથ્થો મળી આવતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકાર ખાસ કરીને આદીવાસી વિસ્તારમા ભણતા બાળકો માટે શક્તિવર્ધર દૂધ પ હોચાડવા દૂધ સંજીવની યોજના લાગુ કરી છે પણ કેટલાક તત્વો સરકારને જાણીજાેઈને બદનામ કરવાનુ કાવતરુ કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે દાંતા સહિતના આદિવાસી વિસ્તારમાંસંજીવની દૂધની યોજના અમલમાંમૂકેલી છે. ત્યારે ૦૩/૦૮ ૨૦૨૨ તારીખ લખેલુ તાજુ દૂધદાંતાના જંગલમાં વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ જેટલા સંજીવની
દૂધના પાઉચમાં ફેકાયેલા મળી આવતા ચકચાર મચી છે. જેના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જે દૂધ બાળકોના મોંએ ન પહોચતા શ્વાન આગળ કેવી રીતે આવી ગયુ? તે એક તપાસનો વિષય બન્યો છે. મોટી માત્રામાં સંજીવની દૂધના પાઉચ ફેકી દેવાયેલાના વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. સરકારની યોજના મુજબ શાળાઓ તેમજ આંગણવાડીમાં દૂધના પાઉચનો જથ્થો પહોંચાડવા કોન્ટ્રાક્ટ આપેલ હોય છે. જાેકે આ જથ્થો મોટા પ્રમાણમાં ફેંકાયેલી હાલતમાં મળતા અનેક શંકા કુશંકા ઉઠવા પામી હતી. એટલુજ નહી આ અંગે વહીવટી તંત્ર કસુરવાર સામે આકરા પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.