વડનગરના વિકાસને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર વિશ્વમાં ભારતને ખ્યાતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ તેમની જન્મભૂમિ વડનગરનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે હવે વડનગરની કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર પીએમ મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. તેના પરિણામો આવનારા દિવસોમાં માત્ર વડનગરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. ખાસ વાત એ છે કે વડનગરમાં એક શાળા છે, જે ૧૯મી સદીની છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો. તેને પ્રેરણા સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહી છે. મહત્વનુ છે કે તેનું નામ પ્રેરણા રાખવામાં આવ્યું છે. જાેકે દેશભરમાંથી ૧૫૦૦ બાળકોને અહીં લાવવામાં આવશે, જેમને પ્રેરણાદાયી વાતો કહેવામાં આવશે. જ્યાં બાળકોને પ્રેરણાનાં સંદેશાઓ પ્રાપ્ત થશે. વડનગરની આ શાળામાં ૮ વર્ગખંડો છે. જ્યાં ડિજિટલ અને શારીરિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. વડનગરનો બૌદ્ધ અને જૈન ધર્મ સાથે ઊંડો સંબંધ છે. મહત્વનુ છે કે વડનગર ચીન સાથે પણ સંકળાયેલું છે. ત્યારે વડનગરમાં અત્યાર સુધીના ખોદકામમાં અઢી હજાર વર્ષ જૂની સંસ્કૃતિ મળી આવી છે. આ સાથે વડનગરનું વર્ણન મહાભારત, પુરાણ અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. મહત્વનુ છે કે આટલું વિગતવાર સંશોધન ભારતમાં હજી થયું નથી. અગાઉ પણ આ જ પ્રકારે વડનગરનો વિકાસ કરવામાં આવ્યો છે. જે અવિરત પણે ચાલુ છે. વડનગર આમ તો ઐતિહાસિક શહેર છે પણ આ શહેરને વૈશ્વિક ઓળખ અપાવવાનું અને વિકાસના પંથે લઇ જવાનું શ્રેય વડનગરવાસીઓ પણ નરેન્દ્ર મોદીને જ આપે છે. લાંબા ઇતિહાસને પોતાના ગર્ભમાં ધરબીને બેસેલું આ પ્રાચીન નગર છે. તેનો ભૂતકાળ ભવ્ય અને જૂનો છે એટલો જ એનો વર્તમાન ઉડીને આંખે વળગે એવો છે. આ નગરે અનેક બદલાવો જાેયા છે. આજે આ નગર પર આખી દુનિયાની નજર છે. જ્યારથી મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ નગર ચર્ચામાં છે. એમાં પણ વડાપ્રધાન થયા બાદ તો આ શહેરની ઓળખ દેશની સરહદો પણ વટાવી ગઇ. આજે પણ જ્યારે મોદી વિકાસની વાતો કરે ત્યારે વિરોધીઓ પહેલો સવાલ કરે છે કે મોદીએ તેમના વતન વડનગરમાં શું વિકાસ કર્યો છે? આવા જ સવાલના સાચો જવાબ મેળવવાનો આ એક પ્રયાસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.