ગુજરાતભર માં ત્રણ વર્ષ બાદ ફરી એકવાર પોલિયો રવિવાર તરીકે ની ઉજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતભર માં ત્રણ વર્ષ બાદ ફરી એકવાર પોલિયો રવિવાર તરીકે ની ઉજવણી અંબાજી માં 17 બુથ ઉપર પોલીયો રસીકરણ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાંચ પણ જોડાઈ

આજે રાજ્યભર માં 0 થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો ની રસીકરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેના પગલે યાત્રાધામ અંબાજી માં પણ સ્પેશ્યિલ 17 બુથ ઉપર રસીકરણ ની કામગીરી હાથ ધરાઈ છે અંબાજી યાત્રાધામ હોવાથી યાત્રિકો ના ઘસારા ને લઇ અંબાજી મંદિર અને બાબરી ઉતારવાના સ્થળ એવા માનસરોવર ઉપર તાલુકા આરોગ્ય અધિકારી ડો.કિરણ ગમાર સાથે હેલ્થ વર્કરો એ યાત્રિકો સહીત સ્થાનિક લોકો ના બાળકો ને પોલિયો નું રસીકરણ કર્યું હતું.

જયારે મંદિરમાં બાળકો રડે નહિ તે માટે બિસ્કિટ અને રમવાના દડા કાર્યકરો દ્વારા બાળકો ને આપી બાળકો નું સફળ રસીકરણ કરતા જોવા મળ્યા હતા માનસરોવર ખાતે ના પોલીયો રસીકરણ બુથ માં ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાંચ પણ આજની આ પોલીયો ઝુંબેસ ની રાષ્ટ્રીય કામગીરી માં જોડાયુ હતુ.

જોકે દાંતા તાલુકામાં કુલ 251 બુથ ઉપર 1004 હેલ્થ વર્કરો દ્વારા 3900 બાળકો ને પોલિયો રસીકરણ ની કામગીરી હાથ ધરાઈ છે. ને તેમાં જો કોઈ બાકી રહી જશે તો ડોર ટુ ડોર જઈને પણ આ હેલ્થ વર્કરો રસીકરણ નો ટાર્ગેટ પૂરો કરશે તાલુકા હેલ્થ અધિકારી એ જણાવ્યું હતું કે ભારત ના પાડોસી દેશ પાકિસ્તાન અફગાનિસ્તાન માં પોલિયો ના કેશ જોવા મળ્યા હોવાથી ને તે દેશો માંથી મુસાફરો ભારત માં આવાગમન કરતા હોય છે ત્યારે ફરી ભારતમાં જે પોલિયો 0 થઇ ગયું છે તે ફરી ન થાય તે માટે ત્રણ વર્ષ બાદ પણ ફરી આ પોલિયો રસીકરણ જુમ્બેશ હાથ ધરવામાં આવી હોવાનુ  (તાલુકા હેલ્થ અધિકારી) દાંતા એ જણાવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.