
સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી
અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં આજે નવરાત્રિના ચોથા દિવસે વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માતાજીની આરાધના કરી અને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા કોલેજ દ્વારા સારા પર્ફોમન્સને લઈ એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કર્યા હતા.
મા અંબાના પાવન પર્વમાં સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ માઁ અંબાની મહાઆરતી બાદ, રાસની રમઝટ બોલાવી હતી, કોલેજના પ્રોફેસરઓ પણ રાસમાં જોડાયા હતાં. જેમાં બેસ્ટ પહેરવેશ અને ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે પઢિયાર પૂજાબેન એલ.દ્વિતીય ક્રમે મૂળી શિલ્પાબેન બી. અને તૃતીય સ્થાને પઢિયાર હિમાબેન એલ.અને ડાભી ગિરિવરસિંહ વી. વિજેતા જાહેર થયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સાંસ્કૃત્તિક ધારા કો ઓર્ડીનેટર ડૉ. નરેશ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કૉલેજ પરિવારનો સક્રિય સહયોગ રહ્યો હતો.