અંબાજી માં વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી, શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી દ્વારા 10 હજાર વૃક્ષો વાવવા નો સંકલ્પ લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5 મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1972માં શરૂ થઈ હતી. યુનાઈટેડ નેશન્સે 5 જૂન 1972ના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. હાલ મા જે રીતે ગ્લોબલ વોર્મિંગ થી સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યો છે.ત્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ ને સંતુલિત રાખવા માટે તેનું મહત્વ સમજી રહ્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે ભારતમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

યાત્રાધામ અંબાજી મા અનેકો સેવાકીય કામગીરી કરનાર શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય ના બાળકો એ આજના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2024 અંબાજી વિસ્તારમાં દસ હજાર વૃક્ષો નું રોપાણ કરાવાનો સંકલ્પ લીધો છે.

આ સંકલ્પ નો ઉદ્દેશ પર્યાવરણ ને સુરક્ષિત રાખવા ની સાથે સાથે એક વિશુધ્ધ સ્વચ્છ વાતાવરણ નું નિર્માણ થાય અને જેનાથી જીવજંતુઓ અને આવનારા સમયની ભાવી પેઢીનું સ્વાસ્થ્ય જીવન મળે તે હેતુ થી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષો વાવવા નો સંકલ્પ લીધો છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ 51 શક્તિપીઠ અંબાજી માં 5 જૂન થી લઈને શરું કરીને 51 દિવસ માં 26 જુલાઈ 2024 નાં રોજ સમાપ્ત થશે. આ સંકલ્પને શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી આદિવાસી વિસ્તાર સહિત શહરી નાગરિકો થી સહયોગ ની અપેક્ષા કરવા ની વિનંતી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.